પટણા: બિહારના પાટનગર પટણાના ઐતિહાસિક મેદાનમાં એનડીએની સંકલ્પ રેલી યોજાઈ. 10 વર્ષ બાદ પીએમ મોદી અને બિહારના સીએમ તથા જેડીયુ પ્રમુખ નીતિશકુમાર આજે એક સાથે કોઈ રાજકીય મંચ પર જોવા મળ્યા. પીએમ મોદી લગભગ 12 વાગે પટણા એરપોર્ટ પહોંચ્યા હતાં. અહીં નીતિશકુમાર, રાજ્યપાલ લાલજી ટંડન અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સ્વાગત માટે હાજર રહ્યાં હતાં. પટણા એરપોર્ટથી સીધા તેઓ ગાંધી મેદાન પહોંચ્યા હતાં. પીએમ મોદી જેવા સ્ટેજ પર પહોંચ્યા કે એનડીએના નેતાઓએ મોટી માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. રેલીમાં પીએમ મોદી સહિત એનડીએના અનેક નેતાઓએ સંબોધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધનના મહત્વના અંશ...


- સાઉદી અરબના પ્રિન્સ જ્યારે ભારત આવ્યાં તો તેમણે હજ યાત્રા માટે ભારતીય મુસલમાનોની સંખ્યા 2 લાખ કરી નાખી. હવે ત્યાં 2 લાખ મુસલમાનો હજયાત્રા કરી શકે છે. જ્યારે અન્ય કોઈ દેશનો કોટા વધ્યો નથી. 
કોંગ્રેસે દેશની સુરક્ષા માટે જે કર્યું તે બધા જાણે છે. પરંતુ હવે દેશ નવી રીતિ અને નવી નીતિ સાથે આગળ વધી રહ્યો છે. 
- તેઓ કહે છે કે આવો મળીને મોદીને ખતમ કરીએ, મોદી કહે છે કે આવો આપણે ભેગા થઈને આતંકવાદને  ખતમ કરીએ-મોદી, તેમની પ્રાથમિકતા મોદીને ખતમ કરવાની, મારી પ્રાથમિકતા આતંકવાદને ખતમ કરવાની. આવો મળીને ગરીબી સાથે મુકાબલો કરીએ. તેઓ કહે છે કે મોદીને ખતમ કરીએ. 
- પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સહયોગી પક્ષો જાણવા માંગે છે કે આખરે તેઓ કેમ વીર જવાનોના મનોબળને તોડવામાં લાગ્યા છે. એવા નિવેદનો કેમ આપે છે કે જેનાથી દેશના વિરોધીઓને ફાયદો થાય છે.
- દેશની સરહદે સેનાના જવાન દુશ્મનોને જવાબ આપે છે. પરંતુ દેશના જ કેટલાક લોકો તેના પર રાજકારણ રમી રહ્યાં છે અને તેમની તસવીર પાકિસ્તાની મીડિયામાં દેખાડવામાં આવી રહી છે. 
- મહામિલાવટના ઘટક ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે. તેમને દેશની પરવા નથી. તેમને આ સીખ ઈતિહાસ અને વર્તમાનથી મળી છે. 
- અટલીજીની જ્યારે સરકાર હતી ત્યારે નવા નવા કામોની શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર આવી તો તમામ કામોની ગતિ ઓછી થઈ ગઈ. નીતિશકુમાર તેના સાક્ષી છે. જ્યારે તેઓ રેલમંત્રી હતાં ત્યારે તેમના તમામ કામો બંધ કરાવી દેવાયા અથવા તો થવા દીધા નહીં. 
- જો દેશમાં મહામિલાવટની સરકાર હોત તો કઈ પણ શક્ય ન બનત. કારણ કે તેમનું કામ ફક્ત પોતાનું પેટ ભરવાનું છે. 


કોંગ્રેસના ગઢ અમેઠીમાં આજે PM મોદી હૂંકાર ભરશે, 538 કરોડ રૂપિયાની ભેટ આપશે


એનડીએની આ સંકલ્પ રેલીમાં બિહારના તમામ સહયોગી દળો જેડીયુ, એલજેપી, અને ભાજપના મોટા મોટા નેતાઓ સામેલ થયા છે. ખાસ વાત એ છે કે 9 વર્ષ બાદ પીએમ મોદી અને સીએમ નીતિશકુમાર એક સાથે મંચ પર જોવા મળશે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ જેડીયુ ભાજપથી અલગ થઈ હતી. પરંતુ આ વખતે બંનેએ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...